સોમવાર, 21 મે, 2012

જોડકણાં"

"જોડકણાં"
:~> જોડ જોડ જોડકણાં
બોલ બોલ બોલકણાં
બોલકણાંના રાતાં બી
જોડકણાં શીખવાં આવો જી.. .
:~> નાચણ સુંદર નાચતી
પીછાંનો પંખો બનાવતી
પંખાથી એ સુંદર લાગે
નાચ નાચતી ઝટ ભાગે.~> ચકલી
:~> ડાળ કોતરે થડ કોતરે
પતરંગો એમાં ઘર કરે
ઘરમાં પ્રવેશતો શાનથી
ખુશી થાય એની કમાલથી.~> લક્કડખોદ
:~> હું તો બેઠી આંબા ડાળ
કૂઉ કૂઉ કરું આખો દિવસ
કાળો કાળો મારો છે રંગ
સહુને સાંભળવો ગમે મારો કંઠ.~> કોયલ
:~> મરચાં મને બહું ભાવે
લોકો મને પાળવા ઘેર લાવે
સાંભળેલ શબ્દો બોલુ ઝટ
નામ છે મારુ..... . . . . .~> પોપટ
:~> તરતું હું સરરર... . .તળાવે
માછલી મને બહું જ ભાવે
ન ચૂકું હું માછલી પકડવાની તક
ન ઓળખ્યા હું છું.... . . .~> બતક
:~> કાળો કાળો છે મારો રંગ
ગંદવાડનો ગમે મને સંગ
કા. . કા. . હુંતો બોલુ ભાઇ
હું કરું પર્યાવરણની સફાઇ.~> કાગડો
:~> ઇનામ છે અમને કુદરતનું
શાંતિદૂત નામ લેવાય અમ જાતનું
પહેલાં અમે સંદેશાવાહક કહેવાતાં
શું.. . , નામે અમે ઓળખાતાં ?~> કબૂતર
:~> તા થૈ.... તા થૈ.... અમે નાચીએ
વર્ષાને આભેથી બોલાવીએ
પીંછાં સુંદર ફેલાવી કરીએ કલા
અમને તો જોતા રહે ભલભલા.~> મોર
:~> લાગે માળો મુજનો સુંદર
જાણે બનાવ્યું લટકતું દર
વખાણે સૌ મુજની કારીગરી
ન ઓળખ્યા ? હું છું . . .~> સુગરી
:~> ચાંચ ચણ રાખી
મોં માં ચણ નાખી
ચકલી રાજી થાતી
ચીં ચીં ગાણું ગાતી.~> ચકલી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો